Home> Gujarat
Advertisement
Prev
Next

Vejalpur Gujarat Chutani Result 2022: વેજલપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, અમિત ઠાકરની ભવ્ય જીત

Vejalpur Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Vejalpur Gujarat Chutani Result 2022: વેજલપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, અમિત ઠાકરની ભવ્ય જીત

Vejalpur Gujarat Chutani Result 2022: વેજલપુર વિધાનસભા બેઠકના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો આ બેઠક પર મુસ્લિમ અને ઓબીસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. વેજલપુર બેઠકમાં 3 લાખથી વધુ મતદારો લઘુમતિ સમૂદાયના છે. આમ આ વિસ્તારમાં મતદારોની સંખ્યાને આધારે તેમની ટકાવારી નીચે જણાવેલ અનુસાર છે. મતદારોની ટકાવારીની વાત કરીએ તો વેજલપુરમાં મુસ્લિમ મતદારો : 32 ટકા, ઓબીસી મતદારો : 22 ટકા, સવર્ણ મતદારો : 19.79 ટકા, દલિત મતદારો : 6 ટકા,  પટેલ મતદારો : 8 ટકા જ્યારે અન્ય મતદારો : 11.70 ટકા છે.

વેજલપુર વિધાનસભા પરિણામઃ
વેજલપુર વિધાનસભા બેઠક પર ભાજપે ફરી એકવાર જીત જાળવી રાખી છે. સીટીંગ એમએલએ કિશોર ચૌહાણની ટિકિટ કાપીને ભાજપે સોશિયલ મીડિયા સેલના ઈનચાર્જ અમિત ઠાકરને ટિકિટ આપી હતી. અમિત ઠાકરે આ બેઠક 90 હજારથી વધારે મતોની જંગી લીડથી જીતી લીધી છે.

વેજલપુર વિધાનસભા બેઠકઃ
અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પર આ વખતનો જંગ વધુ મહત્વનો બની રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીના આવવાથી અહીં ત્રિ-પાંખિયો જંગ ખેલાવવાનો છે. જેને કારણે અહીંની ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે. 42 વેજલપુર અમદાવાદ જિલ્લા વિધાનસભા/વિધાનસભા મતવિસ્તાર છે અને ગાંધીનગર સંસદીય/લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે. મતવિસ્તારમાં કુલ 322129 મતદારો છે, જેમાં 165689 પુરૂષ, 156429 મહિલા અને 11 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વેજલપુર મતવિસ્તારમાં 69.01% મતદાન નોંધાયું હતું.

2022ની ચૂંટણીઃ
વેજલપુર વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ઘણાં બધા દાવેદારો હતા. જોકે, પાર્ટી દ્વારા આ વખતે વર્તમાન ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણનું પત્તુ કાપીને ભાજપનો આઈટી સેલ સંભાળતા અમિત ઠાકરને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી આ વખતે તેમની સામે રાજેન્દ્ર પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. તો ત્રિ-પાંખિયો જંગ હોવાથી આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા વેજલપુર વિધાનસભા બેઠક પર કલ્પેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. અહીં ત્રિ-પાંખિયો જંગ જામશે.

2017ની ચૂંટણીઃ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં વેજલપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિશોર બાબુલાલ ચૌહાણનો વિજય થયો હતો. કોંગ્રેસના મિહિરભાઈ સુબોધભાઈ શાહને હારનો સામનો કરવો પડ્યો હતો. બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત 12 અન્ય ઉમેદવારો પણ મેદાનમાં હતા.

2012ની ચૂંટણી:
વર્ષ 2012માં વેજલપુર બેઠક પર ભાજપે પહેલીવાર કિશોરસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી. અને પહેલીવારમાં તે વિજેતા બનીને ધારાસભ્ય બન્યા હતાં. વર્ષ 2012માં ભાજપના કિશોરસિંહ ચૌહાણ કુલ 1,13,507 મત મેળવીને કોંગ્રેસના મુર્તુજાખાન પઠાણને હરાવ્યાં હતાં. જેમાં કોંગ્રેસના ઉમેદવારને તેની સામે માત્ર 72,522 મત મળ્યાં હતાં. ભાજપના ઉમેદવારે 40,985 મતોની સરસાઈથી આ બેઠક જીતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More